વિદ્યાર્થીઓ પોતાની રીતે ગુજકેટની હોલટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરી શકે ?

 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર.

અખબારી યાદી



ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી જણાવે છે કે તા.૦૬/૦૮/૨૦૨૧, શુક્રવારના રોજ લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) ૨૦૨૧ની પરીક્ષાનું એડમીશન કાર્ડ (પ્રવેશિકા/Hall Ticket) ફક્ત ઓનલાઈન મૂકવામાં આવશે. જેની ગુજકેટ-૨૦૨૧ ના તમામ ઉમેદવારોએ. વાલીઓએ તથા રાજ્યની વિજ્ઞાન પ્રવાહની તમામ ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓએ નોંધ લેવા વિનંતી છે.

ગુજકેટ-૨૦૨૧ ની પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારોએ પોતાનું એડમીશન કાર્ડ (પ્રવેશિકા) બોર્ડની વેબસાઈટ gujcet.sebht.in અથવા gsebht.in અથવા www.gseb.org પરથી તા.૨૪/૦૭/૨૦૨૧ થી Download કરવાનું રહેશે. જેમા ઉમેદવારોએ ગુજકેટ-૨૦૨૧ માટે ભરેલ આવેદનપત્રમાં નોંધાયેલ મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ આઈ.ડી અને જન્મ તારીખ અથવા એપ્લીકેશન નંબર દાખલ કરી એડમીશન કાર્ડ (પ્રવેશિકા/Hall Ticket) ડાઉનલોડ કરી શકાશે. ઉમેદવારો પોતાના નામ પરથી પણ એડમીશન કાર્ડ (પ્રવેશિકા) Search કરી જન્મ તારીખની વિગત ભરીને ડાઉનલોડ કરી શકશે.



આ ઉપરાંત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ખાતે નોંધાયેલ રાજ્યની વિજ્ઞાન પ્રવાહની તમામ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ પોતાના ઈન્ડેક્ષ નંબર તથા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર નો ઉપયોગ કરી લોગ-ઈન કરીને પોતાની શાળાના ગુજકેટ-૨૦૨૧ માટેના ઉમેદવારોના એડમીશન કાર્ડ (પ્રવેશિકા/Hall Ticket) ડાઉનલોડ કરીને તમામ વિદ્યાર્થીઓને વિતરણ કરી શકશે.

ગુજકેટ-૨૦૨૧ માટેની એડમીશન કાર્ડ (પ્રવેશિકા/Hall Ticket) ફક્ત ઓનલાઈન માધ્યમથી મળી રહેશે જે પરીક્ષામાં પ્રવેશ માટે માન્ય રહેશે. આ હોલટીકીટ પર શાળાના આચાર્યશ્રીઓના સહી સિક્કો કરાવવાની જરૂર નથી જે ધ્યાને લેશો.



વધુમાં જણાવવાનું કે વિદ્યાર્થીએ પરીક્ષા દરમ્યાન એડમીશન કાર્ડ (પ્રવેશિકા/Hall Ticket) સાથે કોઈ પણ એક ફોટો આઈ.ડી પ્રુફ (આધાર કાર્ડ અથવા ડ્રાઈવીંગ લાયસન્સ અથવા ધોરણ-૧૨ની પરીક્ષાની હોલટીકીટ) સાથે લઈ જવાની રહેશે, જેની ખાસ નોંધ લેવી.

હોલટિકિટ ડાઉનલોડ કરતાં પહેલા અને વધુ માહિતી માટે નીચે આપેલ વિડિયો અવશ્ય જોવો.


હૉલ ટિકિટ ડાઉનલોડ કરવા અહિયાં ક્લિક કરો.

તા -૨૪/૦૭/૨૦૨૧                                                                                                       સ્થળ - ગાંધીનગર.


                                                                                 (જે.જી.પંડ્યા)

નાયબ નિયામક (પરીક્ષા) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !